Skip to content

ગુજરાતી

મેયર ઓફ લંડન અને લંડન એસેમ્બલીની ચૂંટણીઓ ગુરૂવાર 5 મે 2016ના રોજ થશે.  

આ અનોખા પ્રકારની સ્થાનિક સરકાર લંડન તેમજ લંડનવાસીઓનાં હિતોનું પ્રતિનિધત્વ કરે છે. મેયર પોલીસ વ્યવસ્થા અને રહેઠાણોથી માંડીને પર્યાવરણ તેમજ પરિવહન સહિત તમારા શહેરનું સંચાલન કરે છે. એસેમ્બલી તમારા વતી મેયરને જવાબદાર ઠેરવે છે.

મત કોણ આપી શકે

તમે મત આપી શકો છો, જો તમેઃ

  • 5 મે 2016ના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં હો
  • બ્રિટિશ, ઈયુ અથવા લાયક બનતા કોમનવેલ્થના નાગરિક હો
  • લંડનમાં રહેતાં હો
  • મત આપવા માટે 18 એપ્રિલ 2016 સુધીમાં નોંધણી કરાવેલી હોય

તમે મત આપવા માટે www.gov.uk/register-to-vote પર અથવા તમારી સ્થાનિક કાઉન્સિલનો સંપર્ક કરીને નોંધણી કરાવી શકો છો.

તમે કોના માટે મત આપી શકો

આ ચૂંટણીઓમાં તમારે ત્રણ મતો આપવાના છેઃ

  • લંડનના મેયર માટે
  • લંડન એસેમ્બ્લી પર આખા લંડનનું પ્રતિનિધિત્વ જે કરે એમ તમે ઈચ્છતાં હો તે વ્યક્તિ માટે
  • લંડન એસેમ્બ્લીમાં તમારા સ્થાનિક વિસ્તારનું પ્રતિનિધિત્વ જે વ્યક્તિ કે પક્ષ કરે એમ તમે ઈચ્છતાં હો તેમના માટે

મત આપવાની રીતો

તમે ત્રણ રીતે મત આપી શકો છો.

  • 5 મે 2016ના રોજ સવારે 7થી રાત્રે 10 સુધીમાં તમારા મતદાન મથકે જઈને
  • ટપાલ દ્વારા
  • પ્રોક્સી વાપરીને. આ કોઈ એવી વ્યક્તિ છે જેમને તમારી પસંદગીના ઉમેદવાર કે પક્ષને તમારા વતી મત આપવા માટે તમે કહો છો.  

મતપત્રકો ઈંગ્લીશમાં છે. જો કે મતદાન મથક પર ગુજરાતી ભાષામાં માર્ગદર્શન આપેલું હશે. તમે ઈચ્છો તો તમારી મદદ માટે મતદાન મથક પર કોઈને સાથે લઈ જઈ શકો છો. આમ કરવા માટે તમારે મતદાન મથક પરના કર્મચારી પાસેથી પરવાનગી લેવાની જરૂરી રહેશે. તમારી સાથે આવેલ વ્યક્તિ તમારા નજીકનાં કુટુંબીજન અથવા આ ચૂંટણીમાં મત આપવા લાયક બનતી કોઈ વ્યક્તિ હોવી જરૂરી છે. 

જો તમે ટપાલ મારફતે અથવા પ્રોક્સી મત આપવા અરજી કરવા માગતાં હો, તો તમારે તમારી સ્થાનિક કાઉન્સિલમાં તેની અરજી કરવાની રહેશે. ટપાલ મારફતે મત આપવાની અરજી કરવાની આખરી તારીખ 19 એપ્રિલ છે. પ્રોક્સી મત માટે અરજી કરવાની આખરી તારીખ 26 એપ્રિલ છે.

વધુ જાણકારી મેળવવા માટે અમારી પત્રિકા ડાઉનલોડ કરો.

Language

All languages